Thursday, July 28, 2011

25 લાઇફ લેસન્સ Cause Zindagi na milegi dubara..

Zindagi-Na-Milegi-Dobara
Benny Lewis, a vegetarian from Cavan Ireland, who don’t drink & thinks of himself a “technomad” - a full-time technology-enabled globe-trotter, came up with this these 25 life lesions. Read more about him @ http://www.fluentin3months.com/about/
I found them beautiful, true & touchy so thought i should shared it with you ppl. Incase  you’ve seen movie ‘Zindagi na milegi dubara’, you’ll love reading them. If haven’t seen it yet, damn you!!!!
(૧) બધા જ બધે સરખી જ ઝંખનાઓ ધરાવે છે ઃ બહારની સપાટી પરની બાબતો દૂર કરો, તો જગત આખાના મનુષ્ય પ્રાણીઓ અંતે તો સ્વીકૃતિ, આશા, સલામતી, પ્રેમ અને આનંદ જ ઇચ્છે છે.
(૨) આજનું સુખ ક્યારેય આવતીકાલ ઉપર ઠેલવું નહિ ઃ બહુ મોટા લક્ષ્યાંક પૂરા થયા પછી જ રાજી થવાનું મુલત્વી રાખવામાં માલ નથી. વર્તમાનને માણો આવતીકાલની કોઈ ગેરન્ટી નથી. માટે સ્ટેશન સુધી દોડતા ન રહો, યાત્રામાં ટ્રેનની બારી બહાર પસાર થતા દ્રશ્યો નિહાળી મઝા કરો.
(૩) એક દિવસે બધા સારા વાના થઈ જશે એવા ભ્રમમાં ન રહેવું ઃ આશા અને ભ્રમ વચ્ચે પાતળી ભેદરેખા છે. બી પ્રેક્ટિકલ આપણી કિસ્મત ચમકશે એટલે બસ બ્રહ્માંડની તાકાત આપણા સપનાઓ સાકાર બેઠાંબેઠાં કરી દેશે, એવું માની પરીકથા સાંભળી ઊંઘી જતા બાળક જેવું નિષ્ક્રિય ન બનવું, જંિદગીમાં કશુંક અઘટિત પણ બને.
(૪) ભાગ્ય જેવું કશું નથી, આ સારા સમાચાર છે ઃ બેનભાઈ તો એવું જ માને છે કે પ્રારબ્ધવાદી માણસ કદી પુરુષાર્થ કરીને પરાક્રમી બનતો નથી ધારો કે, આપણે લકમાં માનીએ છીએ તો પણ શું ? ચોવીસે કલાક લકના ભરોસે બેસી રહો તો ય વગર આગાહીએ એક વાત નિશ્ચિત છે. મરી જવાની ! માટે જે સ્થિતિમાં છે ત્યાંથી કશીક મહેનત કરો, તો લક એનું કામ કરશે - આપણે આપણું કરવાનું
(૫) જગતમાં દરેક લોકોને પોતપોતાની માન્યતા કે દ્રષ્ટિબંિદુ હોય છે, જેને પણ સમજતા રહી એમાંથી શીખવું ઃ આપણને ગમે એ જ ફેશન કે ફિલ્મ બીજાને નાપસંદ હોય. આપણે જ્યોતિષમાં માનીએ, અન્ય કોઈ રેશનલ હોય, આપણે ગાયનું દૂધ પીએ કોઈ બીફ પણ ખાય. આપણે છાશ પીએ, કોઈ વાઇન. આપણને વાડી ગમે કોઈને મોલ. જુદા હોવાથી કંઈ ખરાબ હોવાનો ચુકાદો કોઈ માટે ન કહી દેવાય. સતત પોતાને સુપિરીયર માની બીજાઓનો સરમુખત્યારી ન્યાય તોળવાને બદલે બીજાઓ નુકસાનકારક પ્રવૃત્તિ ન કરતા હોય, ત્યાં સુધી એમની વાત સમજવી
(૬) ખુદ સારી જંિદગી જીવવી, એ લોકોને સંમંત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે,
(૭) બધાને ક્યારેય બધી ખબર હોતી નથી. પૂરી વાત જાણ્યા વિના કદી અહોભાવથી અંજાવું કે દ્વેષભાવથી ખીજાવું નહિ. (૮) ‘હું નથી જાણતો’ કહેવામાં કદી શરમ ન રાખવી,
(૯) માત્ર વઘુ પૈસા મળી જવાથી દરેક સમસ્યા ઉકેલાઈ નહિ જાય
(૧૦) કીંમતી ચીજોની માલિકી આપણી નથી, એ આપણી માલિક બની બેસે છે માટે એના વળગણમાં બરબાદ ન થવું, મસ્તીથી એનો ઉપયોગ કરવો
(૧૧) માનવજાત માટે ટીવી બ્લેકહોલ સમાન છે ઃ ક્યારેક, ન્યુઝ, સ્પોર્ટસ, રિલેક્સેશન માટે બરાબર. પણ જીવાતી જંિદગીના રોજના કલાકો ફક્ત ચૂપચાપ ટીવીના કચરપટ્ટી પ્રોગ્રામ્સ જોયા કરવામાં જવાનીનો વેડફાટ છે
(૧૨) ઇન્ટરનેટ આપણને મળેલી મહાનતમ શોધ છે, પણ રોજેરોજ એની પાછળ પણ અસલી જંિદગીનું વઘુ ખૂબસૂરત સૌંદર્ય માણવાનું ભૂલીને ચોંટી ન રહેવું.
(૧૩) બહાર નીકળો, લોકોને મળો
(૧૪) માત્ર અંગ્રેજી (અહીં વાંચો ગુજરાતી) જ જાણવાનો મોહ ન રાખો ઃ દુનિયા ઘણી ભાષા બોલે છે ! કોઈ પણ ભાષા આવડે એવી બોલો તો શીખાતી જશે !
(૧૫) ‘મોડર્ન ફોરેન કલ્ચર’ કોઈ ધારી લીધેલો સ્ટીરિયોટાઇપ નથી ઃ બધી ફ્રેન્ચ છોકરીઓ રોમેન્ટિક હોય, બધા બ્રાઝિલિયન સાંભા ડાન્સ જ કરે, બધા જર્મનો ફૂટબોલ રમે - આવું માર્કેટંિગના ટુરિસ્ટ બ્રોશર જેવો પ્રચાર સત્ય ન માનવો. બધે બધા જ પ્રકારનું વૈવિઘ્ય હોય છે, એને માન આપવું,
(૧૬) ઉતાવળ ન કરવી, ફુરસદ માણવી ઃ ફરવા જાવ ત્યારે બઘું જ ધડાધડ જોઈ લેવાની ‘પૈસા વસૂલ’ ઉન્માદ ન રાખવો. ક્યારેક સરસ સ્થળને ખામોશ બની અંદર ઉતરવા દેવું, સરસ સ્વાદને નિરાંતથી ચાવવો ટેઇક ઇટ ઇઝી ડોન્ટ બી સો ફાસ્ટ
(૧૭) તમે બધા જ માણસોને રાજી રાખી ન શકો ઃ તમારી સાથે બધા જ સારી રીતે વર્તવાના નથી અને એમને ખોટેખોટો તમારી સામે વાંધો હોય તો એ એમનો પ્રોબ્લેમ છે, તમારો નહિ !
(૧૮) આંધળું અનુકરણ ઘેટાંવૃત્તિ છે ઃ સમાજના દબાણમાં જાતને ખોઈ ન નાખવાની વહેતા પ્રવાહના સામા પૂરે તરવાનું સાહસ કંઈક ઓર છે આજે જે ‘ફૂલ’ લાગે એ આવતીકાલે ‘ફ્રોઝન’ પણ હોય ! મનની મરજીથી જીવવું
(૧૯) ભૂલો કરો, થોડી વઘુ થાય તો ય વાંધો નહિ,
(૨૦) ઝાઝું વિચારવામાં કામ કરવાનું રહી જશે
(૨૧) નાચો, ગાવ- જયારે શક્ય હોય ત્યારે
(૨૨) નવા મિત્રો બનાવવા સરળ છે, જૂનાને જાળવવા પણ !
(૨૩) કશુંક જતું ન રહે, ત્યાં સુધી એની કંિમત સમજાતી નથી
(૨૪) માફી માંગી ભૂલ કબૂલ કરવામાં હંમેશા અભિમાન ગળી જઈ, નમ્રતા રાખવી,
(૨૫) બીજાઓને ઇમ્પ્રેસ કરવા માટે જ કશુંક કર્યા કરવું એ નરી મૂર્ખાઈ છે !
Special thanks to “jay vadavada” for bringing these in Anavrut!!!

1 comment:

Mansi Desai said...

Good one..Thanks for sharing..